વાંકાનેર ખાતે સમગ્ર ભરવાડ સમાજ ૧૨મીએ શિક્ષણ જયોત પ્રગટાવાશે

- text


શિક્ષણની ધ્વજાનું કરાશે આરોહણ : ગીતાબેન રબારી અને રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન

વાંકાનેર : ગોપાલક કુમાર છાત્રાલય દ્વારા શિક્ષણ જયોત તેમજ શિક્ષણ ધ્વજા આરોહણના પ્રથમ કાર્યક્રમનું આયોજન મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ભરવાડ સમાજના લોકોમાં શિક્ષણ જયોત થકી સમાજ શિક્ષિત બને તેવા ઉપદેશ સાથે આગામી તા.૧૨ ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે જેની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. આ શિક્ષણ જયોતના સમારોહમાં ભરવાડ સમાજના ધર્મગુરૂ અને સંતો-મહંતો તેમજ સરકારી અધિકારીઓ અને અગ્રણીઓ વિશેષ અતિથિ તરીકે ખાસ ઉપસ્થિતિ આપશે.

આજના કોમ્યુટર યુગમાં શૈક્ષણિક રીતે ભરવાડ સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજને લોક ઉપયોગી બને તેમજ સમાજને ગૌરવ પ્રદાન કરે તેવા ખરા ઉદેશ્ય સાથે વાંકાનેર ગૌપાલક કુમાર છાત્રાલય દ્વારા શિક્ષણ જયોત તેમજ શિક્ષણ ધ્વજા આરોહણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખામાં પ્રથમ શિક્ષણ જયોત તાં ૧૨ ને શનિવારે મચ્છોમા મંદિરે સંધ્યા આરતીથી પ્રારંભ કરવામાં આવશે. ઉપરાંત શિક્ષણ ધ્વજા આરોહણ કુમાર છાત્રાલય ખાતે સંધ્યા આરતી બાદ યોજાશે. જેમાં ભવ્ય લોક ડાયરો, ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે.

વાંકાનેર ગોપાલક કુમાર છાત્રાલય દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જે.કે. સાઉન્ડના સથવારે કચ્છની કોકિલ કંઠી ગીતાબેન રબારી અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી લોકગીત તેમજ ભજનોથી સંગીત રસીઓને રસપાન કરાવશે. જેમાં ભરવાડ સમાજના લોકો આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેમ સમાજના આગેવાન હિરાભાઇ બાંભવાની યાદીમાં જણાવાયુ છે.

- text

વાંકાનેર ખાતે આવેલ મચ્છો માતાજીના પટાંગણમાં ગૌપાલક કુમાર છાત્રાલય દ્વારા આયોજિત શિક્ષણ જયોત તેમજ શિક્ષણ ધ્વજા આરોહણના કાર્યક્રમમાં ભરવાડ સમાજના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે તેમજ વિશેષ સમાજના ધર્મ ગુરૂ પુ.સંત ઘનશ્યામપુરી બાપુ (થરા-બનાસકાંઠા)તેમજ પુ ધર્મભુષણ સંત રાજેન્દ્રદાસબાપુ તોરણીયા લઘુ મહંત, પરબધામ ના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય કરી સમારોહની શુભ શરૂઆત કરવામાં આવશે.

આ પ્રસંગે ભરવાડ સમાજના અગ્રણી અને વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, વાકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા, રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સાસંદ મોહનભાઈ કુંઠારીયા, મોરબી જીલ્લા કલેક્ટર એ.જી.માકડીયા, જીલ્લા પોલીસ વડા જયપાલસીહ રાઠોડ, મોરબી જીલ્લાના નોડલ ઓફીસર ગીરીશભાઈ સરૈયા, નિવૃત એસ.પી. વી.આર. ટોળીયા, મોરબી સમુહલગ્ન સમિતિના પ્રમુખ જયેસભાઈ ગોલતર, સી.સી.એફ. આઈ.એફ.એસ. આર.એસ.આજરા, પુર્વ એડી.ડીસ્ટ્રીક જજ એમ.પી.ગમારા સહીતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગેલાભાઇ ડાબી, કવાભાઇ ગોલતર, ડાયાભાઇ સરૈયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

- text