માળિયામાં ટ્રેકટર હડફેટે મોટરસાયકલ ચાલકનું મોત

- text


માળીયા : માળીયા તાલુકાના વેજલપર ગામ નજીક ટ્રેકટર ચાલકે મોટરસાયકલ ચાલક યુવાનને હડફેટે લઈ મોત નિપજાવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના વેજલપર ગામે આરોપી કાનજીભાઇ નાથાભાઇ સુરેલા રે વેજલપર વાળાએ પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર નં GJ-13-9476 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પ્રકાશભાઇ દીલીપભાઇ જીંજુવાડીયા ઉ.વ ૧૯ વાળાના મોસા નં GJ 36 J 3480 સાથે ભટકાળીતેઓને ગંભીર ઈજા કરી મોત નીપજાવી પોતાને ઈજા કરી ગુન્હો કરતા આ મામલે દીલીપભાઇ પરસોતમભાઇ ઝીંજુવાડીયા જાતે કોળી ઉ.વ.૪૬ ધંધો મજુરી રહે વેજલપર તા માળીયા મી વાળાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે માળીયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text

 

- text