વાંકાનેરના ધમલપર નજીક જુના ઝઘડાનો ખાર રાખી હુમલો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામની ચોકડી પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખી એક વ્યક્તિ ઉપર સામુહિક હુમલો થતા ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ધમલપર ચોકડી નજીક ગઈકાલે ભગાભાઇ ગોવીંદભાઇ વાઘેલા જાતે દે.પુ. ઉ.વ ૫૦ ધંધો મજુરી રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી વાળા ઉપર (૧) કાળુભાઇ લાલજીભાઇ વાધેલા (૨) વિજયભાઇ ધીરૂભાઇ વાધેલા (૩) ડાયુ ઉર્ફે રવીભાઇ કાળુભાઇ વાધેલા (૪) જશુબેન બાળુભાઇ વાઘેલા (૫) રાજુભાઇ કાળુભાઇ વાઘેલા (૬) વલ્લભભાઇ બાળુભાઇ વાઘેલા (૭) કિશોરભાઇ વાઘેલા રહે.બધા થાનગઢ જી.સુ.નગર આરોપીઓએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

- text

વધુમાં અગાઉ ફરિયાદીને આરોપીઓ સાથેઝગડો થયેલ જેનો ખાર રાખી ગે.કા મંડળી રચી ગાળો બોલી ફરીયાદીને તથા સાહેદોને આરોપીઓને પાઇપ વતી માર મારી ઇજાઓ તેમજ મુંઢ ઇજાઓ કરી મહે.જીલ્લામેજી.સા ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા આ મામલે ગુન્હો દાખલ કરી રાયોટિંગ અંગે ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ પીએસઆઇ એમ.જે.ધાધલવા.સીટી પોલીસ સ્ટેશન વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

- text