મોરબીમાં મંગળવારે પ્રકૃતિ અને પર્યાવરણની મહત્વતા સમજાવતી ધૂન યોજાશે

- text


મોરબી : વર્ષો થી ચાલી આવતી ધાર્મિક પરંપરા અનુસાર ધૂન ઈશ્વરની આરાધના માટે યોજાઈ છે. પરંતુ મોરબીના વૃક્ષ પ્રેમી મંડળે આ ધાર્મિક પરંપરામાં નવતર ચીલો ચાતરીને પ્રકૃતિ અને પર્યાવરણનું મહત્વ સમજાવતી ધૂનનું આયોજન કર્યું છે. આ ધૂન આવતીકાલે મંગળવારે રાત્રે ૯:૩૦ કલાકે યોજાનાર છે.

મોરબીનું વૃક્ષ પ્રેમી મંડળ વૃક્ષોની જવાબદારી સાથે પર્યાવરણના જતન માટે હંમેશા સક્રિય રહ્યું છે. ત્યારે આ વૃક્ષ મંડળે ધૂનના મધ્યમથી લોકોને પર્યાવરણના જતનનો સંદેશો આપવાનો અનોખો પ્રયત્ન હાથ ધર્યો છે. વૃક્ષ પ્રેમી મંડળના સભ્ય નરેન્દ્રભાઈ મહાદેવભાઈ અઘારાના નિવાસ સ્થાને સાનિધ્ય એપાર્ટમેન્ટ, ગોકુળનગર, વિવેકાનંદ પાસે, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી ખાતે કાલે મંગળવારે રાત્રે ૯:૩૦ કલાકે પર્યાવરણની મહત્વતા દર્શાવતી ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ધૂનમાં ભગવાને રચેલી પ્રકૃતિ માનવ જીવનમાં કેટલી ઉપયોગી અને પર્યાવરણનું જતન માનવ જીવન માટે કેટલું આવશ્યક છે તેનો મર્મ સમજાવામાં આવશે. ત્યારે મોરબીની જનતાને આ ધૂનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text