હળવદના માલણીયાદ ગામના લવાસરૂ તળાવમાંથી પાણી ચોરી

- text


પશુ પંખીની માટે ચોમાસામાં ભરાતું જળાશય તળીયા જાટક કરતાં માથાભારે શખ્સો

હળવદ ‌: હળવદમાં નર્મદા કેનાલ બંધ થતાં ખેડૂતો તેમજ પશુપાલન કરતાં પશુપાલકો માટે આ ઉનાળો કપરા ચઢાણ સમાન છે.ત્યારે માથાભારે શખ્સો દ્વારા માલણીયાદ ગામના તળાવમાથી રાત્રી દરમિયાન ટ્રેક્ટર વડે પાણી ચોરી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
‌ ,હળવદના માલણીયાદ ગામના લવાસરૂ તળાવમાંથી ભુતિયા કનેકશન કરી પાણી ચોરી કરતાં હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સરકાર દ્વારા નર્મદા કેનાલ વીશ દિવસ પહેલા બંધ કરી દેવામાં આવી હતી અને લગભગ બે મહિના પહેલા સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે ઉનાળામાં પાણી બંધ કરી દેવામાં આવશે. જેથી કરીને કોઈ પણ ખેડુતોએ કેનાલ આધારીત ખેતી કરવી નહીં.પણ અમુક ખેડુતોએ કેનાલ આધાર પર જ ખેતી કરી રહ્યા છે જેથી હવે પાણી બંધ થતાં અમુક માથાભારે શખ્સો દ્વારા પશુ પંખીઓ માટે ચોમાસામાં ભરાતાં જળાશયો પર નજર બગાડી રાત્રી દરમિયાન ટ્રેક્ટર અને પંપસેટથી પાણી ચોરી કરી પોતાના પાક બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ આ માથાભારે શખ્શોને ખબર નથી કે આપણે પોતાના પાક બચાવવા માટે કેટલાય નિર્દોષ પશુ પંખીઓનો ભોગ લઈ રહ્યા છીએ. ત્યારે માલણીયાદ ગામના માલધારીઓએ જણાવ્યું હતું કે આ માથાભારે શખ્સો દ્વારા તળાવ ખાલી કરીને અમારા અબોલ પશુઓને તરસ્યા મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આશા છે.

- text

- text