હળવદમાં ટી – સિરીઝ કંપનીના મ્યુઝિકના ગેરકાયદે ઉપયોગ કરવા બદલ ત્રણ વેપારી દંડાયા

- text


ટી – સિરીઝ કંપનીના કોપીરાઈટ ભંગ બદલ પોલીસ કાર્યવાહી

હળવદ : હળવદમાં મોબાઈલ શોપના માલિકો દ્વારા ટી – સિરીઝ કંપનીના હક્ક વાળા મ્યુઝિકનું ગેરકાયદે મેમરીકાર્ડમાં ડાઉનલોડિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મેહુલસિંહ બનાભાઇ ભાટિયા ઉવ.૨૩ ધંધો.નોકરી રહે. કૈલાશ નગર, કોંઢ, તા.ધાંગધ્રા, જિ.સુરેન્દ્રનગર વાળની ફરિયાદના આધારે હળવદ પોલીસે (૧)કિશોરભાઈ ભગવાનભાઈ પટેલ ઉવ.૩૫ ધંધો.વેપાર રહે. ક્રષ્ણનગર સોસાયટી, કણબીપરા,તા.હળવદ, જિ.મોરબી (૨)કિશોરભાઈ હરજીવનભાઈ ચાવડા ઉવ.૨૪ ધંધો.વેપાર રહે. ક્રષ્ણનગર સોસાયટી, કણબીપરા,તા.હળવદ, જિ.મોરબી અને (૩)અનિલભાઈ કેશવજી પરમાર ઉવ.૨૫ ધંધો.વેપાર રહે.કુંભારપરુ, નવા ઇસનપુર ગામ, તા.હળવદ, જિ.મોરબી વાળા વિરુદ્ધ કોપીરાઈટ એકટના ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

- text

વધુમાં આરોપીઓ પોતાના કબ્જાની દુકાનો માથી ટી સીરિજ કંપનીની હકો વાળી ફિલ્મોના ગીતો ઓડીઓનુ ગેરકાયદેસર રીતે મેમરી કાર્ડ મા ડાઉનલોડીંગ કરી વેપાર કરતા માલુમ પડતા ૩ નંગ સીપીયુ તથા ૩ નંગ કાર્ડ રિડર તથા ૩ નંગ મેમરી કાડ તથા એક હાર્ડડિસ્ક મળી આશરે કિ રૂ. ૩૫૬૬૦ ની મતા નો મુદામાલ રાખી વેપાર કરતા ઝડપી લેવાયા હતા.

- text