હળવદના જુના દેવળીયા ગામની સીમમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે હળવદના જુના દેવળીયા ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમના પીઆઇ એસ.એન.સાટીના માર્ગદશર્ન હેઠળ હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પો.કોન્સ.ભરતસિંહ ડાભી સહિતનો સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન સાથેના પો.કોન્સ.ભરતસિંહ ડાભીને મળેલ હકિકત આધારે જુના દેવળીયા ગામની સીમમાં આવેલ દશરથભાઇ ગોરધનભાઇ વિડજાના ખેતરની પાસે વોકળાની પાનમાં આરોપી રાજેશ ઉર્ફે કિશોરભાઇ કોળી,રે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂની બોટલ નંગ.૪૩ કી.રૂ.૧૨૯૦૦ તથા બીયર ટીન નંગ.૩૪ કી.રૂ.૩૪૦૦ તથા મોબાઇલ નંગ.૧ મળી કુલ રૂ.૨૧૩૦૦ ના મુદામાલ રેઇડ દરમિયાન મુકી નાશી ગયો હતો.

- text

આ મામલે એસઓજી ટીમે મજકુર વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text