ટંકારા નજીક ટ્રકચાલકને છરીના ઘા ઝીકીને બે શખ્સોએ લૂંટી લીધો

- text


રૂ.૨૦ હજારની રોકડ અને મોબાઈલ ફોન ઝૂંટવી લીધો: તપાસનો ધમધમાટ

મોરબી: ટંકારાના મોરબી નાકા પાસે ટ્રક ચાલક પર બે શખ્સોએ છરી વડે હુમલો કરીને રૂ.૨૦ હજાર રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.બનાવ અંગે નોંધાયેલી ફરિયાદ પર થી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના કલ્યાણપુર રોડ , વીજ કચેરી પાછળ રહેતા અને ટ્રકમાં રેતી ના ફેરાનું કામ કરતા જુસબ તારમહમદ ચૌહાણ (ઉ.વ.૩૦)ને રેતીના ફેરાના રૂ.૨૦હજાર મળ્યા હતા. આ રકમ ઓફિસે આપવા તેઓ જઇ રહ્યા હતા. ત્યારે મોરબીનાકા પાસે મુનિયો અને રજાક ફકીર નામના બે શખ્સોએ તેમને આંતરીને અટકાવ્યા હતા. બાદમાં ઝઘડો કરીને છરીના ઘા ઝીંકીને રૂ.૨૦ હજાર રોકડા અને મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો.

- text

છરી વડે થયેલા હુમલાથી જુસબ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text