હળવદ બસ સ્ટેશન પ્રાથમિક સુવિધાથી વંચિત : મુસાફરો પરેશાન

- text


બસ સ્ટેશનમાં ગંદકીથી રોગચાળો વકર્યો : પંખા તેમજ પીવાના પાણીની પણ અસુવિધા

હળવદ : હળવદ શહેર દિવસેને દિવસે હરણફાળ વિકાસ ભણી રહ્યો છે ત્યારે બસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરોને બેઠક વ્યવસ્થા, પંખાઓ તેમજ પીવાના પાણીની સમસ્યા જેવી વિવિધ પ્રશ્નોથી મુસાફરો પીડાય રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરે તેવી પ્રવાસીઓ તેમજ સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

હળવદ તાલુકાના લોકોને રાતના સમયે બસ સ્ટેશનમાં બસ નહીં આવતી હોવાનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે હળવદ બસ સ્ટેશનમાં બેઠક વ્યવસ્થા, અમુક પંખીઓ બંધ હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોને સેકાવું પડે છે તેમજ પાણીની પરબ પણ બંધ હોવાથી લોકોની સમસ્યામાં વધારો થયો છે. બસ સ્ટેશનના પાછળના ભાગે ગંદકી અને કચરાના ઢગલા પડયા હોવાથી મુસાફરોના આરોગ્ય જોખમાય તેવી દહેશત ઉભી થઈ છે. તેમજ પાણીનો પરબ અડધો દિવસ ચાલુ હોય છે ત્યારે લોકોને સ્વખર્ચે પાણી પીવું પડે છે.

- text

આમ હળવદ બસ સ્ટેશન વિવિધ સમસ્યાઓથી મુસાફરો પીડાઇ રહ્યા છે, આ અંગે મુસાફરોને પુછતાં તેઓએ જણાવ્યું કે, હળવદ બસ સ્ટેશનમાં ઘણા સમયથી ગંદકીએ માજા મુકી છે, તેમજ બેઠક વ્યવસ્થા, પીવાના પાણી અને પંખાની અસુવિધાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે એસટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી, સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

- text