વાંકાનેરના કોટડા નાયાણી ગામના યુવક પર ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો

- text


રાજકોટ : વાંકાનેરના કોટડા નાયાણી ગામના યુવક પર ૩ શખ્સોએ ઘરે ધસી આવીને પાઇપ વડે હુમલો કર્યો હતો.હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના કોટડા નાયાણી ગામનો ૨૩ વર્ષનો યુવક બટુક ભનાભાઈ સોલંકી ગઇકાલે સાંજે તેમના ઘરે હતો. ત્યારે અવચર રણછોડ, ઘના રાઠોડ અને અલ્પેશ આમ કુલ ત્રણ શખ્સો તેમના ઘરે ધસી આવી ને બટુક પર પાઇપ વડે તૂટી પડયા હતા. પાઇપ વડે યુવક પર હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી તેને વાંકાનેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે યુવકને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

- text

હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બટુકની સારવાર ચાલી રહી છે.રાજકોટ પોલીસ આ અંગે કાર્યવાહી કરી વાંકાનેર પોલીસને રિપોર્ટ કરશે ત્યારબાદ વાંકાનેર પોલીસ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે.

 

- text