માળીયા નજીક ટ્રેલર – આઇસર વચ્ચે અકસ્માત : એકનું મોત

- text


ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા ભાવનગરના આઇસર ચાલકનું મોત

માળીયા : આજે સવારે કચ્છ હાઇવે પર માળીયા નજીક ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા ભાવનગર પંથકના આઇસર ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું

- text

જાણવા મળતી વિગતો મુજબ કચ્છ હાઇવે પર હરીપર ગામ નજીક આજે વેહલી સવારે જી.જે. ૪ ડબ્લ્યુ  ૪૭૫૫ નંબરનું આઈસર ટ્રેલર નં જી.જે.૧૨ એ.ઝેડ. ૯૯૯૭ પાછળ ઘુસી જતા આઇસર ચાલકનું ઘટના સ્થેળ જ મોત નીપજ્યું હતું. વધુમાં આઇસર ચાલક મનજીભાઈ પોપટભાઈ મકવાણા રહે .ભાવનગર વાળા હોવાનું બહાર આવ્યું છે, આ ઘટનાની જાણ થતા માળિયા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ ને પી.એમ માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે અને આ મામલે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text