મોરબીના રવાપર રોડ પરથી તસ્કરો બોલેરો હંકારી ગયા

- text


વહેલી સવારે ઘરધણી જાગે તે પહેલાં જ વાહન ઉઠાવગીર કળા કરી ગયો

મોરબી : મોરબીના રવાપર રોડ પર ઘર પાસે પાર્ક કરેલી બોલેરો વહેલી સવારે વાહન ઉઠાવગીર હંકારી જતા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામ નજીક રેહતા અને કન્ટ્રકશન નો વ્યવસ્યાય કરતા ભરત ડાયાભાઈ ચાડમિયા પોતના ઘર પાસે પાર્ક કરેલી જી.જે.બી.ટી ૪૫૬૮ નંબરની રૂપિયા ૪ લાખની કિમતની બોલેરો કાર આજે વેહલી સવારે ૬ વાગ્યના સુમારે કોઈ અજાણ્યો શખ્સ હંકારી ગયો હતો

- text

વધુમાં પ્રાથમિક તપાસમાં નેપાળી શખ્સ બધી કાર સાફ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ભરતભાઈ ની કાર લઈ નાસી ગયો હતો અને  જયારે ભરતભાઇ ૮ વાગે નીચે આવ્યા પોતાની કાર શોધતા હતા ત્યારે કાર ન મળતા ત્યારે નેપાળી શખ્સ કહ્યું કે કાર તો તમે સવારે ૬ વાગે લઈ ગયા નું જણાવતા બોલેરો માલિક નહિ પણ તસ્કર લઈ ગયા હોવાથી તરત પોલીસને જાણ કરી હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવમાં આવી છે.આની વધુ તપાસ પી.એસ.આઈ એમ.વી.પટેલ ચલાવે છે.

- text