મોરબી : ગુજરાત સમરકેમ્પ-૨૦૧૭ ના ખેલાડીઓ જોગ

- text


મોરબી : મોરબી જીલ્લામાં તા.૧ થી ૧૦ મે સુધી તાલુકા અને જીલ્લા કક્ષા ખેલે ગુજરાત સમરકેમ્પ ૨૦૧૭ નું આયોજન કરેલ જેમાં ભાગ લેનાર ખેલાડીઓને તેમના આવવા – જવાના ભાડાના રૂપિયા મળવા પાત્ર છે.

આ સમર કેમ્પમાં ભાગ લેવા માટે ખેલાડીએ પોતાની બૅન્ક એકાઉન્ટની માહિતી (બૅન્ક અકાઉન્ટ નંબર અને IFSC કોડ) તા. ૧૯/૦૩/૨૦૧૮ સુધીમાં જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી, ઓમશાંતિ  પ્લે હાઉસની બાજુમાં, ઋષભ નગર, ગેંડા સર્કલ, મોરબી -૨., સંપર્ક નં. ૯૮૯૮૬૫૫૬૫૬ / ૮૪૬૯૯૨૨૯૦૫ મોરબી કચેરીએ પહોચતી કરવાની રહેશે. જે ખેલાડી તરફથી કોઈ પ્રતિઉત્તર આપવામાં નહી આવે તો નાણાં સરકારશ્રીમાં પરત કરી આપવામાં આવશે. જે ખેલાડીને ભવિષ્યમાં મળવાપાત્ર રહેશે નહી. તેમ સિનિયર કોચ, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

 

- text