મોરબી : સરતાનપર રોડ પર યુવાનને છરીના ઘા મારી લૂંટ ચલાવાઈ

- text


મોરબી : સરતાનપર રોડ પર ગઈકાલે રાત્રીના સમયે પરપ્રાંતીય યુવાનને ત્રણ શખ્સો આતરીને રૂપિયા ૧૫ હજાર ની લૂંટ કરી તેમજ તેને છરી ના ઘા મારી નાસી ગયા હતા.

બનાવની વિગત મુજબ સરતાનપર રોડ પર આવેલી લેક સીરામીક ફેકટરી માં કામ કરતો ઝૂમાંલાલ શર્મા પરપ્રાંતીય મજૂર ગઈકાલે રાત્રીના લગભગ ૮ વાગ્યાની આસપાસ પોતાની ફેકટરીમાં પરત જતો હતો ત્યારે ૩ અજાણ્યા શખ્સો તેને આતરી રૂપિયા ૧૫ હજાર અને તેના મોબાઈલ ની લૂંટ કરી તેને છરીના ઘા મારી ને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે લૂંટ નો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text

 

- text