મોરબી : કેનાલમાં પડી જતા તરુણનું મોત

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ કેનાલમાં અકસ્માતે પડી જતા તરુણનું મૃત્યુ થયું હતું. મળતી વિગત મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા જીવનભાઈ વિશ્વકર્માનો પુત્ર કાવેલ (ઉ.૧૬) ગઈકાલે લીલાપર રોડ પર આવેલ કેનાલ નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક કેનાલમાં અકસ્માતે પડી જતા ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની નોધ મોરબી પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text