મોરબીના જૂના બસ સ્ટેન્ડ નુ રીનોવેશન કામ ગોકળગતીએ

- text


તંત્રના પાપે મુસાફરોને તડકામાં ઊભુ રહેવું પડે છે : બેસવા માટેની વ્યવસ્થા નથી : તાકીદે કામ પૂર્ણ કરવાની માંગ

મોરબી : મોરબીના જૂના બસ સ્ટેન્ડની રીનોવેશનની કામગીરી ગોકળગતી એ થતી હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.જૂના બસ સ્ટેન્ડમાં મુસાફરોનો ભારે ધસારો રહે છે.ત્યારે ઘણા સમયથી ચાલતી રીનોવશનની કામગીરી થી લોકોને અવર જવારમાં તકલીફ પડે છે.આ કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text

સામાજિક કાર્યકર રમણીકભાઇ પનારાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લો બની ગયો હોવા છતાં પણ એસટીની સુવિધામાં કઈ ફેર પડ્યો નથી.મોરબી જિલ્લામાં એસટીની અનેક સુવિધાનો અભાવ છે.જેમાં ખાસ કરીને મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડની રીનોવેસનની કામગીરી ગોકળગતી એ થઈ રહી હોવાથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. એસટીની સુવિધાઓ ખરા અર્થમાં લોકભોગ્ય બને તે માટે સરકાર કરોડો રૂપિયાના ખર્ચાઓ કરી રહી છે.ત્યારે જવાબદાર તંત્રની અણ‌આવડતના કારણે એસટીની સુવિધાનો લોકો પૂરતો લાભ લઈ શકતા નથી. શહેરનાં જૂના એસટી બસ સ્ટેન્ડ ની રિનોવેશનની કામગીરી મંદગતી એ થતી હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. રમણીકભાઇ એ વધુમાં જણાવ્યું કે અમદાવાદથી કચેરી દ્વારા હજુ સુધી જૂના બસ સ્ટેન્ડ ની ડીઝાઇન જ આપવામાં આવી નથી.જેથી રીનોવેશનનું કામ ટલ્લે ચડ્યું છે. તંત્રના પાપે મુસાફરોને તડકાના તાપમાં બસની રાહ જોવી પડે છે.અહી બેસવાની પણ વ્યવસ્થા નથી.છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.જૂના બસ સ્ટેન્ડ માં દરરોજ ૩૫૦૦ જેટલા મુસાફરો અવર જવર કરે છે.ત્યારે રિનોવેશનનું કામ તાકીદે પૂર્ણ કરવાની લોકમાંગ ઉઠી છે.

- text