મોરબીમાં ૪ દિવસમાં રૂ.૧૦.૮૬ લાખની ૬૯૦ બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી

- text


ઓનલાઈન રજિસ્ટ્રેશન થયેલા ૧૨૦ માંથી ૬૭ ખેડૂતોની જ મગફળીની ખરીદી થતાં કચવાટ

મોરબી : મોરબીમા ટેકાના ભાવે મગફળીની ફરી શરૂ થયેલ ખરીદી ૪ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.આ ચાર દિવસમાં રૂ.૧૦.૮૬લાખની ૬૯૦ બોરી મગફળીની ખરીદી કરવામાં આવી છે.જ્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન થયેલા ૧૨૦ માંથી ૬૭ ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવી હોવાથી બાકીના ખેડૂતોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

મોરબી, માળિયા (મી) , ટંકારા અને વાંકાનેર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતું કેન્દ્ર એકમાત્ર મોરબીના માર્કેટ યાર્ડ ખાતે જ આવેલું છે .રાજ્ય સરકારના આદેશ મુજબ આ સ્થળે ફરી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.માત્ર ચાર દિવસ બાદ અહી મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી.ચાર દિવસ દરમિયાન ૬૭ ખેડૂતો પાસે થી રૂ.૧૦.૮૬ લાખની ૩૬૫૪ બોરી મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

- text

આ મગફળીના વેચાણ માટે ૧૨૦ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારે તેમાંથી માત્ર ૬૭ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હોવાથી બાકીના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી.આગાઉ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં બાકી રહેલા ૬૨૮ ખેડૂતો ને બીજી વખત પણ મગફળી વેચવા ન મળતાં કચવાટ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે અગાઉ ૭૫૯૯ ખેડૂતોની રૂ.૬૪.૨૫ કરોડની ૪૦૭૯૪૪ બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

- text