મોરબીમાં ઓપન સૌરાષ્ટ્ર યંગ ઇન્ડિયા ફૂટબોલ કપનો દબદબાભેર પ્રારંભ

- text


મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

મોરબી : દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રતિભા છુપાયેલી હોય છે બસ તેમને જરા દીશા આપવાની જરૂર હોય છે, મોરબીના બેલા ગામે ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલના પ્રારંભે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીએ ઉપરોક્ત શબ્દ કહ્યા હતા અને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જન્મથી સાધુ, સંત કે કલાકાર, રાજનેતા નથી હોતા પરંતુ તેને કેવી સંગત મળે છે અને કેવો માહોલ મળે છે તેના પર નિર્ભરતા રહેલી છે.

મોરબી ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બેલા ગામના વિશાળ ગ્રાઉન્ડમાં ઓપન સૌરાષ્ટ્ર યંગ ઇન્ડિયા ફૂટબોલ કપ ૨૦૧૮ નો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- text

ફૂટબોલની રમતને વધુને વધુ લોકપ્રિય બનાવવા છેલ્લા ઘણા સમયથી મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યુવકો અને યુવતીઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ તાલીમની ફલશ્રુતિ સ્વરૂપે ગઈકાલથી મોરબીના બેલા ગામના આંગણે મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન અને યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઓપન સૌરાષ્ટ્ર યંગ ઇન્ડિયા ફૂટબોલ કપ ૨૦૧૮ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વધુમા આ ફૂટબોલ ટુર્નામેન્ટ નોકઆઉટ રાખવામાં આવી છે જેમાં બોયઝ અને ગર્લ્સ ની 12 જેટલી ટીમો ભાગ લઇ રહી છે, ફૂટબોલ ટૂર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘઘાટન ગઈકાલે સાંજે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.

આ તકે, ક્લોક એસોસિએશન પ્રમુખ શશાંકભાઈ દંગી, ગુજરાત ફૂટબોલ એસો. ના સેક્રેટરી રોહિત બંડેલા, દર. ભાવેશ ઠોરીયા સહિતના મહાનુભાવો હાજર રહયા હતા અને યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રયત્નોને બિરદાવ્યા હતા. આ તકે મોરબી ફૂટબોલ એસો. ના પ્રમુખ ધર્મેન્દ્ર કરોત્રા, જીતુ રબારી , દેવેન રબારી , મુસ્તાક સુમરા સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી.

- text