મોરબીના પૃથ્વીરાજ પ્લોટમાં આવેલ ડેલામાં આગ ભભૂકી

- text


ફાયરની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

મોરબી : શનાળા રોડ પર સરદારબાગ નજીક પૃથ્વીરાજ પ્લોટમાં આવેલ એક ડેલામાં આજે સાંજે કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. આગે જોતજોતામાં મોટું સ્વરૂપ લઈ લેતાં મોરબી ફાયર વિભાગનો સ્ટાફ 2 ફાયર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ડેલામાં કોઈ માલસામાન ન હોય માત્ર બાવડ અને ઘાસ હોવાથી આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. જોકે પ્લોટ નજીક વીજ ટ્રાસન્સફોર્મર હોવાથી મોટી જાનહાની થાય તે પહેલાં ફાયરવિભાગે આગને કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text

ફાઇલ તસ્વીર

- text