ટંકારા : આર્ય સમાજ અને ગજાનન હિરો દ્વારા મહિલા દિવસની ભવ્ય ઉજવણી

- text


જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાંત બહેનોએ વિવિધ મુદ્દે આપ્યું માર્ગદર્શન

ટંકારા : ટંકારા આર્ય સમાજ અને ગજાનન હિરો ના સયુકત ઉપક્રમે વિશ્ર્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમા અધ્યક્ષ સ્થાને પ્રભાબેન મનિપરા અને મુખ્ય વક્તા તરીકે કરછના સામાજિક કાર્યકર સોનલબેન સેઠિયા હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત યજ્ઞ થી કરવામાં આવી હતી જેમા સંપુણ વિધી મહીલા થકી કરાઈ હતી ત્યાર બાદ ઉપસ્થિત મહિલા દ્વારા આ દિવસ નુ મહત્વ ,સ્ત્રી નુ સમાજ મા સ્થાન, જવાબદારી અંગેના પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા મુખ્ય વક્તા સોનલબેને નારી જાગૃતી અને વર્તમાન સરકારી યોજના તેમજકાયદા વિશે સુંદર માહીતી આપી હતી ઉપરાંત આજની ગુહિણી કહેવાતા બાબા ફકિર કે ધુતારા અને અંધશ્રધ્ધા મા કેવી રીતે ફસાઈ જાય છે અને પછી કેવી બેહાલ બને છે તેના ઉદાહરણ આપી વિશેષ સમજણ આપી હતી
કાર્યક્રમના અંતમાં પશ્ર્નોતરી માટે દરેક ને મુજવતા સવાલો ના જવાબ આપ્યા હતા આ તકે સંસ્થાના હસમુખભાઈ પરમાર ટંકારા ના મહિલા ફોજદાર એ. એમ. રાવલ પધાર્યા હતા કાર્યક્રમ નુ સંચાલન આર્ય વિરાંગના કિરણ ધુળકોટિયા એ સુંદર રીતે કર્યુ હતું.

- text

 

- text