હળવદના માલણીયાદની સીમમાથીં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો 

- text


હળવદમાં બુટલેગરો દ્રારા વિદેશી દારૂનો સંગ્રહ અને હેરાફેરી કરતા હોવાની ચોક્કસ બાતમી મળતા હળવદના માલણીયાદ ગામની સીમમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ અને નાના ચપલા સહીત ૨૦ નંગ બોટલ સાથે ૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને દબોચી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતોનુસાર હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂના હાટડાઓ ફુલ્યા ફાલ્યા છે અને આવી દારૂની બદીને ડામવા હળવદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરતાં હળવદ પીઆઈ સીએચ શુક્લ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, દેવેન્દ્રસિહ ઝાલા, શક્તિસિહ પરમાર, ગીરીશદાન ગઢવી, દિવ્યરાજસિંહ સહીત ટીકર આઉટ પોસ્ટ તરફ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા હળવદના માલણીયાદ ગામના શિયાળિયાની સિમમાં આવેલ ગુણવંતસિહ અનિરુદ્ધ સિંહ ઝાલાની વાડીમાં મજુરી કામ કરતો શીવા પંડાવી ડુંભીલ (ઉ.૩૦) રહે,વગુમા (તા.નસવાડી, જિ.છોટાઉદેપુર)ને જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બોટલ નં.૨૦ સાથે દબોચી લીધો હતો.

- text

માલણીયાદ ગામની વાડીમાં મજુરી કામ કરતો શીવા પંડાવી ડુંભીલ પાસેથી મુંબઈ અને ગોવાની પરમીટ વાળો ઇંગ્લિશ દારૂ ઝપ્ત કરાયો છે તે વિદેશી દારૂ અન્ય રાજયમાંથી અહીં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text