યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા હોળીની અનોખી ઉજવણી કરવામાં આવી …

- text


મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ.દરેક તહેવારની અનોખી ઉજવણી કરવામાં છે અને સાથે સાથે વિશેષ રૂપે સામાજિક સમરસતા અને સમાનતા કેળવાય તેવા ઉમદા કર્યો કર્યો કરવામાં આવે છે.અને આજ ઉમદા હેતુથી આજે હોળી પર્વ નિમિત્તે શહેરના શાળા બહારના, ઝૂંપડપટ્ટી ગરીબ બાળકોને અને વિકાસ વિદ્યાલય ની બાળાઓને સહિત 200 જેટલા બાળકોને કામધેનુ ફન રિશોર્ટની મુલાકાત કરાવવામાં આવી અને અવનવી રાઈડ્સમાં બેસાડી આનંદ કરાવ્યો હતો બાદમાં બપોરનું ભોજન પણ આપવામાં આવ્યું,ત્યારબાદ બધા બાળકો સાથે રંગ ઉત્સવ ના ભાગરૂપે રંગો સાથે રમીને હોળી ની સાચી માજા માણી હતી. ગરીબ બાળકો માટે ફન રિશોર્ટની મુલાકાત કરી બાળકોના મુખ પર અનેરો આંનદ છલકાવવામાં યંગ ઇન્ડિયા ગ્રુપ ના દિનેશભાઇ વડસોલા,દેવેનભાઈ રબારી,જીતુભાઇ રબારી, રાજેશભાઇ ઘોડાસરા ,મુકેશભાઈ ડાભી,,તમામ બાળમિત્રો સહિતનાઓ વગેરે એ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text