મોરબી અને હળવદમાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા કેન્દ્રમાં સરનામામાં ફેરફાર થયો

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા ચાલુ માર્ચ માસમાં -૨૦૧૮ માં આયોજિત ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષામાં મોરબી જિલ્લામાં ધોરણ – ૧૨ ના કેન્દ્ર – મોરબી શહરેમાં ગીતાંજલી માધ્યમિક વિદ્યાલય, વૈભવનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબીના બદલે નવા સરનામાનો સુધારો ગીતાંજલી માધ્યમિક વિદ્યાલય, વૈભવનગર, પી.જી.કલોક પાછળ, શનાળા રોડ, મોરબી તેમજ મનિષ વિદ્યાલય, ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ, સામા કાંઠે, મોરબી-૨ ના બદલે સાર્થક વિદ્યાલય, એલ.ઈ.કોલેજ પાસે, સામા કાંઠે, મોરબી-૨ અને ધોરણ – ૧૦ના કેન્દ્ર – હળવદ શ્રી પતંજલી વિદ્યાલય, સરા ચોકડી, ચંદ્રપાર્ક, સરા રોડ, હળવદ ના બદલે શ્રી એન.જે.દવે વિવિધલક્ષી વિદ્યાલય, (HES સ્કૂલ કેમ્પસ) સરા રોડ, હળવદ નો સુધારો કરવામાં આવેલ હોય, જેની મોરબી જીલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ અને પરીક્ષાર્થીઓને આ અંગેની ખાસ નોંધ લેવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દવેની યાદીમાં જણાવ્યું છે.

- text

- text