લજાઈ ચોકડી નજીક બોલેરો – ટ્રક વચ્ચે અકસ્માત : બે ને ઇજા

- text


દ્વારકા પદયાત્રિકોની સેવા કરી પરત ફરી રહેલા યુવાનોને અકસ્માત નડ્યો

ટંકારા : લજાઈ ચોકડી પાસે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ દ્વારકાથી પદયાત્રિકોની સેવા કરી પરત ફરી રહેલ બોલોરે કાર નં. જીજે ૧૩ એડબ્લ્યુ ૧૨૨૮ ને લજાઈ ચોકડી નજીક એક ટ્રક જીજે ૦૪ એક્સ ૮૭૯૯ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બોલેરો પલટી મારી ગઈ હતી અને અકસ્માતમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text