મોરબીમાં રાહતદરે ડાયાલીસીસ સેન્ટરનો શુભારંભ

- text


ડાયાલીસીસ સેન્ટરના પ્રારંભે કિડનીના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન

મોરબી : મોરબીમાં કિડનીના દર્દીઓ માટે રાહતદરે ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પ્રારંભમાં પાંચ મશીનો દ્વારા ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ગઈકાલે આ સેન્ટરના પ્રારંભે કિડનીના દર્દીઓ માટે તજજ્ઞ તબીબો દ્વારા નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું.

મોરબીમાં ધાર્મિક કાર્ય થકી આરોગ્યલક્ષી સુવિધા શરૂ કરવામાં આવી છે, કીડની ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે શનાળા રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતબર ભંડોળ એકત્રિત થતા જય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવારથી સનાળા રોડ ખાતે આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રાહતદરે ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ પ્રેમપ્રકાશ સ્વામીના હસ્તે કરવામાં આવ્યો હતો.

- text

સોમવારે ડાયાલીસીસ સેન્ટરના પ્રારંભે કિડનીના દર્દીઓ માટે નિદાનકેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાત તબીબો સેવા આપી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા જય ચેરીટેબલ ટ્રસ્ટના ચંદ્રકાંતભાઈ દફ્તરી, જનકભાઈ હીરાણી, રામજીભાઈ દેત્રોજા, નિખિલભાઈ જોશી અને મગનભાઈ સંઘાણી સહિતના જહેમત ઉઠાવી હતી.

- text