સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષામાં મેદાન મારતા હળવદની શિવપુર શાળાના છાત્રો

- text


વાડી વિસ્તારમાં રહી સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ

હળવદ : હળવદ તાલુકાના શિવપુર ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષામાં મેદાન માર્યું છે જેમાં એક વિદ્યાર્થીની તો સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ છે.

તાજેતરમાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષામાં શિવપુર પ્રાથમિક શાળાના ૧૩ બાળકોએ પરીક્ષા આપી હતી જેમાં ૧૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જે પૈકી વાડી વિસ્તારમાં રહેતી ચેતનાબેન દિનેશભાઇ પરમાર નામની વિદ્યાર્થીનીએ ૧૪૯ માર્ક સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

- text

આ ઉપરાંત જેઠલોજા નિશાંત ચંદુભાઈએ ત્રીજો ક્રમ મેળવી શિવપુર શાળાનું ગૌરવ વધાર્યું હતું, આ સિદ્ધિ બદલ ગામના સરપંચ અને શિક્ષણપ્રેમી દ્વારા બાળકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, બાળકોને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષકોને શાળાના આચાર્ય પંકજ ઠોરિયાએ અભિનંદન પાઠવ્યા હતા.

- text