બોર્ડની પરીક્ષાનો હાઉ દુર કરવા હળવદની મહર્ષિ ગુરૂકુલ ખાતે પ્રી-એકઝામ લેવાઈ

- text


જીલ્લામાં પ્રથમ વખત મહર્ષિ ગુરૂકુલ ખાતે ધો.૧૦ની પરીક્ષાની પૂર્વ તૈયારી

હળવદ : શૈક્ષણીક નગરી ગણાતી હળવદ નગર મધ્યે આવેલા મહર્ષિ ગુરૂકુલ કેમ્પસમાંથી અંદાજીત ૭૦૦થી વધુ એન્જીનિયરો અને ડૉક્ટરો અભ્યાસ કરી ચુક્યા છે. આવી શાળામાં આગામી ૧૩મી માર્ચે યોજાનાર ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનો હાઉ દુર કરવા માટે એક મોકડ્રીલનુ અનોખું આયોજન સમગ્ર જીલ્લામાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓ માટે રીસીપ્ટ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક તેમજ મો મીઠું કરી વિદ્યાર્થીઓને પ્રવેશખંડમા પ્રવેશ આપવામાં આવ્યો હતો.

- text

આ તકે સ્કોર્ડ દ્વારા કોપીકેસ રોકવા માટે ખાસ શિક્ષકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવા જતાં હોવાથી તેમના મનમાં એક પ્રકારનો ડર કે ભય હોયછે. જેના કારણે તે પ્રશ્નપત્રોમાં પ્રશ્ન ક્રમાંક, સીટનંબર, બારકોડ સ્ટીકર વગેરેમાં ઘણી ભુલ કરતા હોય છે. ત્યારે શાળાના સંચાલકો દ્વારા બાળકોના મનમાંથી આવો ભય દુર કરવા માટે આજે હળવદ મહર્ષિ ગુરૂકુલ ખાતે એસ.એસ.સી. પરીક્ષાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શાળાના સંચાલકોને ૧૦૦% પરીણામની અપેક્ષા સાથે આગામી ધોરણ ૧૦ની પરીક્ષા શાંતિપુર્ણ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરશે તેવી સંચાલકો દ્વારા આશા વ્યકત કરવામાં આવી છે.

- text