મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ચોરીનો પ્રયાસ

- text


મોરબી : મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં જાહેર રજાના દિવસોમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જો કે કોઈ ચીજ હાથ મ લાગતા કચેરીની માલમતા વેર વિખેર કરી તસ્કરો નાસી છૂટ્યા હતા.

મોરબીના વીસીપરા પાસે આવેલી હન્ટર ટ્રેનિંગ કૉલેજમાં આવેલી જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીના કર્મચારી શાહબુદ્દીનભાઈ ઇબ્રાહીમભાઇ તેમની ઓફિસમાં અજાણ્યા શખ્સો સામે ચોરીના પ્રયાસની ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૨૫ થી ૨૮ દરમિયાન રજાના સમયગાળામાં કોઇ અજાણ્યા શખ્શોએ ચોરી કરવાના ઈરાદે ઓફિસના દરવાજાના કાચ તોડી અંદરનો નકુચો ખોલી અંદર પ્રવેશી અંદરનો માલ સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો જો કે તસ્કરોને કોઈ માલમતા હાથ લાગી ન હતી જેને પગલે માલસામાન વેરવિખેર કરી નુકશાન કર્યા અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

- text