રાજ્યકક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં મેદાન મારતી ટંકારાની ધ્રુવી

- text


બ વિભાગની લગ્નગીત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ

ટંકારા : રાજ્ય કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ટંકારાની ધ્રુવી ફેફર નામની વિદ્યાર્થીનીએ લગ્નગીત સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવી ટંકારાનું ગૌરવ વધાર્યું છે.

રમત – ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત ભાવનગર જિલ્લામાં યોજાયેલ બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં ટંકારાની ન્યુ વિઝન સ્કૂલની વિદ્યાર્થીની ફેફર ધ્રુવી પ્રવીણભાઈએ લગ્નગીત બ વિભાગની સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી રાજકોટ પ્રદેશ અને મોરબી જિલ્લાનું તેમજ ટંકારાની ન્યુ વિઝન સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું.

- text

ધ્રુવીને આ સિદ્ધિ બદલ શાળા સંચાલકો અને સ્નેહીજનો તરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text