પોણા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી મોરબી પોલીસ

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી સીટી એ ડિવિઝનના પીએસઆઈ એમ.વી. પટેલ, રસીકભાઈ, મણિલાલ , કિશોરભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે સિક્યુરિટી કોન્ટ્રાકટ રેગ્યુંલેશન ગુન્હામાં લોન બે વર્ષથી નાસતા ફરતા આરોપી રાઘવજીભાઈ ભીખાભાઇ એરવાડિયા ઉ.૬૩ ને પોલીસે રવાપર રોડ પરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text