સાયબરક્રાઇમ, ડ્રગ્સ અને ટ્રાફિક નિયમન જાગૃતિ અંગે મોરબી જ્ઞાનોત્સવમાં પોલીસનો ખાસ સ્ટોલ

- text


મોરબી : શુક્રવારથી મોરબીના આંગણે શરૂ થયેલા યુવા જ્ઞાનોત્સવમાં યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા હોવાથી મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા અહીં ખાસ સ્ટોલ ઉભો કરી યુવાનોમાં ડ્રગ્સ, ટ્રાફિક નિયમન અને અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા પેમ્ફ્લેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પોલીસ વડા કચેરીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીમાં યોજાયેલ જ્ઞાનોત્સવ કાર્યક્રમમાં એસઓજી દ્વારા ડ્રગ્સ અને નારકોટિક્સના સેવનથી દૂર રહેવા યુવાનોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી ખાસ સ્ટોલ ઉભો કરી યીવનને માહિતી આપવામાં આવી રહી છે.

- text

એ જ રીતે યુવાનોમાં ટ્રાફિક નિયમન અંગે સભાનતા કેળવાય તે માટે ટ્રાફિક પીઆઇ દફડા ને તેમની ટીમ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેના પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યા છે તો આધુનિક સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકવા માટે મોરબી એલસીબી દ્વારા યુવાનોને ઉપયોગી સલાહ પત્રિકા મારફતે આપવામાં આવી રહી છે.

વધુમાં પોલીસ ના ત્રણેય વિભાગો દ્વારા મોટી સંખ્યામાં યુવાનોને માર્ગદર્શન આપવા સ્ટોલ ઉભો કરાયો છે જેમાં પ્રથમ દિવસે એસઓજી સ્ટાફના એ.એસ.આઈ ફારૂકભાઈ, અનિલભાઈ ભટ્ટ સહિતના સ્ટાફે સુંદર કામગીરી કરી હતી.

- text