મોરબીના જુગારના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી એસઓજી ટીમે રાજકોટથી રીઢા ગુન્હેગારને ઝડપી લીધો

મોરબી : મોરબી એસઓજી ટીમે આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

- text

મોરબી એસઓજી પીઆઇ એસ.એન.સાટીની ટીમના પો.હેડ.કોન્સ્ટેબલ ફારૂકભાઈ પટેલને મળેલી બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અબ્દુલ મામદભાઈ જુણાચ ઉ.૫૨ હાલ રાજકોટ સાંઢિયા પુલની બાજુમાં હુડકો કવાટર્સ મૂળ મોરબી ઘાંચી શેરીવાળાને ઝડપી લઈ એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

- text