સરવડમાં ઇન્ચાર્જ આચાર્ય સહીત બે શિક્ષિકાઓને શિક્ષકે ફડાકાવારી કરી

- text


બનાવ પોલીસ મથકે પોંહચતા માળીયા પોલીસે તપાસ શરુ કરી

માળીયા અપડેટ : સરવડની સરકારી શાળાના મહિલા આચાર્ય સહીત બે શિક્ષિકાને શાળાના જ એક શિક્ષક બોલાચાલી બાદ ફડાકાવારી કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલો પોલીસ મથકે પોંહચતા માળીયા પોલીસે એનસી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના શિક્ષણ જગતમાં ટોક ઓફથી ટાઉન બનેલા આ કિસ્સાની વિગત મુજબ સરવડ તાલુકા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા ને તે જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ સાવરિયા સાથે કામને લઈને બોલાચાલી થઇ હતી. અને એ દરમિયાન અરવિંદભાઈ અચાનક ગુસે થયા અને મહિલા આચાર્યને ફડાકાવારી કરી હતી. આ સમયે શાળામાં ફરજ બજાવતા ભક્તિબેન નામના શિક્ષિકા વચ્ચે પડતા પડતા તેમને પણ અરવિંદભાઈએ ફડાકાવારી કરી હતી. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. અને સમગ્ર મામલો પોલીસ મથક સુધી પોહ્ચ્તા માળીયા પોલીસે બનાવ અંગે એનસી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text