હડમતિયા પંચાયતમાં ઈ-ગ્રામ કોમ્પ્યુટર સેટ વર્ષોથી શોભાના ગાંઠીયા સમાન

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગ્રામપંચાયતમાં ઈ-ગ્રામ કોમ્પ્યુટર સેટ ૫/૬ વર્ષથી શોભાના ગાઠીયા સમાન બનીને ધુળ ખાય છે.
ઈ-ગ્રામની કનેક્ટીવિટી તો મળે છે પરંતું ગામના કોલેજીયન યુવાન-યુવતીઅોને મળતા સરકારી લાભો જેવા કે “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના”, ઉચ્ચ અભ્યાસ માટેની કૉલરશીપ, સરકારી જોબ માટે અેપ્લિકેશન રજીસ્ટ્રેશન તેમજ ખેડુતવર્ગ માટે અનેક સુવિધા જેવી કે ખેડુતના ૭/૧૨ ૮અ ૬ નંબરના દાખલા, કિશાનોને મળતી ખેતઅોજારમાં સબસિડીના લાભ, વિજળીબિલ, ટેલિફોનબિલ, મનોરંજન માટેની ચલચિત્રોની ટિકિટ, રાષ્ટ્રીય રમત કે ક્રિકેટમેચની ટિકિટ, રેલ્વે વ્યવહાર ટિકિટ, ટ્રાવેલિંગ ટિકિટનુ બુકિંગ તેમજ સરકારી ભરણાઅો, વેરાબીલ, લગ્ન નોંધણી જેવી ૨૦૦ થી વધું સુવિધાનો લાભ આમજનતાને મળતો નથી. ઈ-ગ્રામ સુવિધા માટે ખાસ તો અોપરેટરની નિમણુંક ન હોવાથી વર્ષોથી ઈલેકટ્રોનિક ઉપકરણો ધુળ ખાય રહ્યા છે. આમજનતાને ઈ-વર્ક તરફ વાળવા ઈન્ટરનેટનો મહતમ ઉપયોગ કરી ઝડપી ફાયદા અપાવવા માટે સરકારશ્રી અથાગ પ્રયત્નો અને હજારો રૂપીયાના ખર્ચ કરવા છતા “ખાટલે મોટી ખોટ” નો દાખલો હડમતિયા ગ્રામપંચાયતમાં જોવા મળ્યો છે.

- text

- text