મહેન્દ્રનગર ચોકડી પાસેથી તમંચા સાથે યુવાન ઝડપાયો

- text


 

મોરબી : ગઈકાલે રાત્રે ચેકીંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીકથી બી ડિવિઝન પોલીસે કોળી યુવાનને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લેતા સનસનાટી મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ગતરાત્રીના બી ડિવિઝન પીઆઇ આર.કે.ઝાલા, પીએસઆઇ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ ચેકીંગમાં હતો ત્યારે મહેન્દ્રનગર ચોકડી નજીકથી બિપિન નટુભાઈ સારેશા ઉ.૩૦ રે. સિલ્વરપાર્ક, જુના ઘુટુ રોડ વાળો શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે અટકાવી તલાશી લેતા પેન્ટના નેફામાંથી દેશી બનાવટનો તમંચો અને બાર બોરનો જીવતો કારટીસ મળી આવતા રૂ.૧૦૧૦૦ ના મુદામાલ સાથે યુવાનને અટકાયત માં લીધો હતો.

- text

બી ડિવિઝન પોલીસની આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ સી.એસ.કડવાતર,ભૂપતસિંહ પરમાર, જયદેવસિંહ ઝાલા,કોન્સ્ટેબલ ભગવાનભાઈ, વનરાજભાઈ, શેખાભાઈ, રાજેશભાઇ, તથા ક્રિપાલસિંહ સાહિતનાઓએ કરી હતી.

- text