મોરબીમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા સ્કોર્પિયો કાર ભડથું

- text


હરિયાણા ગુડગાવના વેપારીને હોટલમાં જમવું ૮.૫૦ લાખમાં પડ્યું

મોરબી : મોરબીના સનાળા રોડ ઉપર મહેશ હોટલ પાછળ આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા બાજુમાં પાર્ક કરેલી હરિયાણાના વેપારીની સ્કોર્પિયો કાર બળીને ભડથું થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે હરિયાણા વેપારી સનાળા રોડ ઉપર આવેલી મહેશ હોટલમાં જમવા આવ્યા હતા ત્યારે પાછળની શેરીમાં પોતાની સ્કોર્પિયો કાર પાર્ક કરી હતી એ સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકાભેર આગ લાગી હતી.

- text

પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા બાજુમાં પાર્ક કરેલી સ્કોર્પિયો કાર સુધી આજ્ઞા લબકારા ઉઠતા સ્કોર્પિયો કાર પળવારમાં જ ભડ-ભડ સળગી ઉઠી હતી અને બળીને ભડથું થઈ ગઈ હતી.

આ ઘટના મામલે એ ડિવિઝન પોલિસે જાણવા જોગ નોંધ કરી હોવાનું અને બળી ગયેલી સ્કોર્પિયો કાર હરિયાણા ગુડગાવના વેપારી સુરેન્દ્રસિંહ ચંપકસિંહની હોવાનું જણાવ્યું હતું.

- text