મંગળવારે રાહુલ ગાંધી મોરબીમાં

- text


રવાપર-ધૂનડા રોડ ઉપર વેલકમ પાર્ટી પ્લોટમાં જાહેર સભા : રાહુલ ગાંધી સાથે અનેક ટોચના કોંગી નેતાઓ હાજર રહેશે

મોરબી : આગામી ૫ નવેમ્બર ને મંગળવારના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મોરબીના રવાપર-ધૂનડા રોડ પર વેલકમ પાર્ટી પ્લોટમાં જાહેરસભા ગજાવશે, ચૂંટણીના કાઉન્ટ ડાઉન સમયે જ રાહુલ ગાંધીના આગમનથી મોરબીમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.
વિધાનસભા ચૂંટણી પ્રચારનો ગરમાવો બરાબરનો જામ્યો છે ત્યારે મોરબી અગાઉ નરેન્દ્ર મોદી, હાર્દિક પટેલ બાદ હવે રાહુલ ગાંધી મોરબીના પ્રવાસે આવી રહ્યા હોવાથી કોંગ્રેસ છાવણીમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે, મોરબી આ પૂર્વે મોરબી જીલ્લાના ટંકારામાં સભામાં રાહુલ ગાંધીએ સભા યોજાતા જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો તે જોતા કોંગ્રેસ દ્વારા ભાજપને ટક્કર આપવા માટે ફરીથી રાહુલ ગાંધીને આગામી ૫ ડીસેમ્બરને મંગળવારના રોજ મોરબીમાં જાહેરસભા યોજી છે.
૫ ડિસેમ્બર મંગળવારના રોજ મોરબીના રવાપર-ધૂનડા રોડ ઉપર આવેલ વેલકમ પાર્ટી પ્લોટ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજવામાં આવીબછે અને અત્યારથી જ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લો પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યો છે પરંતુ પાટીદાર આંદોલન બાદ મોરબી જીલ્લો આંદોલનથી અતિ પ્રભાવિત રહ્યો છે અને મતોના ધ્રુવીકરણ સાથે હાર્દિક પટેલની સભાને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે જેથી કોંગ્રેસ મતદારોના ઝુકાવને પારખી જઈ આગામી મંગળવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા યોજી મોદીની સભાનો જબરો જવાબ આપવા રણનીતિ ઘડી કાઢી છે.
વધુમાં મંગળવારે રાહુલ ગાંધીની સભામાં પ્રદેશ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મોહન રાઠવા અને અશોક ગેહલોત સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text