મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા ભૃણ હત્યા રોકવા સેમિનાર યોજાયો

- text


હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડીપાર્ટમેન્ટ આયોજીત પીસી-પીએનડીટી વર્કશોપ મોરબીના આઇ.એમ.એ.ના તબીબો બહોળી સંખ્યામાં હાજર રહ્યા

મોરબી : ભૃણ હત્યા રોકવા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા કાયદા અંગે જાણકારી આપવા મોરબી ખાતે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ મોરબી આઈઆઈએમના ડૉક્ટર્સને માર્ગદર્શન આપ્યું હતું.
હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગ જિલ્લા પંચાયત મોરબી દવારા પીસી-પીએનડીટી વર્કશોપ મોરબીના આઇ.એમ.એ હોલ ખાતે આજે યોજાયો હતો. આ સેમિનારમાં પરીવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના આસીસ્ટન્ટ ડાયરેકટરશ્રી ડો. રાકેશ વૈદે ઉપસ્થિત આઇ.એ.એમ.એના ડોકટર્સ સદસ્યશ્રીઓને જણાવ્યું હતું કે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ની જોગવાઇઓ, જરૂરીયાત અને તેમાં સજાની જોગવાઇ અંગેની પેઝેન્ટેશન મારફત વિસ્તૃત જાણકારી આપી અને આ કાયદાનું પાલન સખ્ત રીતે થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું તેમણે ભૃણ પરીક્ષણ એ એક ગૃનાહિત કૃત્ય છે. આ કૃત્ય અટકાવવા અને આવુ ન થાય તેની ખાસ કાળજી રાખવા જણાવી આવુ કોઇ કૃત્ય કરતું હોવાનું ધ્યાનમાં આવે તો તુરંત જિલ્લા કે રાજયકક્ષાએ સબંધિતોને જાણ કરવા જણાવ્યું હતું.
ડો. રાકેશ વૈદે વધુમાં કોઇ બાળક રસીથી વંચીત ન રહે તે જોવા તેમજ ફેમીલી પ્લાનીંગની કામગીરીમાં અસરકારકતા આવે તેવા પ્રયત્નો કરવા પણ તેમણે જણાવ્યુ હતું.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરાએ પીસી-પીએનડીટી કાયદા હેઠળ મોરબી જિલ્લામાં થયેલ કામગીરીનો ચીતાર આપ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત ડોકટર્સ મીત્રોએ પ્રશ્નોતરી કરી પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અંગે જાણકારી મેળવી હતી
આ સેમિનારમાં ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ડી.વી. બાવરવા, ઇન્ચાર્જ તબીબી નાયબ નિયામકશ્રી ડો. કે.આર. સરડવા, ડો. અખાણી તેમજ જિલ્લાભરમાંથી ઇન્ડીયન મેડીકલ એસોસીએસનના મોરબી જિલ્લાના ડોકટરો ઉપસ્થિત રહયા હતા.

- text

- text