ત્રાજપર ચોકડી નજીકથી ૧૫ બોટલ સાથે બુટલેગર પકડાયો

- text


દારૂની મહેફિલ માંડે તે પૂર્વે જ મહેન્દ્રનગર ચોકડી નજીકથી એક બોટલ દારૂ સાથે યુવાન પકડાયો

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે ૧૫ બોટલ દારૂ સાથે બુટલેગર અને એક બોટલ દારૂ સાથે યુવાનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળ્યા મુજબ ગઈકાલે બી-ડીવીઝન પોલિસ મથકના ડી સ્ટાફના રાજેશભાઇ ડાંગરે બાતમીના આધારે વિજય હસમુખભાઈ મિયાત્રા નામના યુવાનને જુદી-જુદી બ્રાન્ડની ૧૫ વિદેશી શરાબની બોટલો સાથે ત્રાજપર ચોકડી નજીકથી ઝડપી લીધો હતો. જ્યારે બીજા કિસ્સામાંમાં કોન્સ્ટેબલ ભગવનજીભાઈએ મહેન્દ્રનગર ચોકડી નજીકથી દારૂની મહેફિલ માંડવા જી રહેલા નિશાંત દેવેન્દ્રભાઈ સિદ્ધપુરા નામના લુહાર યુવાનને એક બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. દારૂના બન્ને કેસમાં પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text