મોરબી શહેર વિસ્તારમાં પેરા મિલ્ટ્રી ફોર્સ અને એસ.આર.પી.નું ફલેગ માર્ચ

- text


મોરબી : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭નું પ્રથમ તબકકાનું મતદાન આગામી તા ૯મી ડીસેમ્બરના રોજ યોજાનાર છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિર્ભયપણે મતદાન થાય તે માટે પોલીસ ઉપરાંત પેરા મિલ્ટ્રી ફોર્સ અને એસ.આર.પી. દળને તૈનાત કરવામાં આવ્યું છે. આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારો એટલે કે નટરાજ રેલ્વે ફાટકથી પરશુરામ પોટરી રોડ, સો ઓરડી વિસ્તાર, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ તથા નેશનલ હાઇવે વિસ્તારને આવરી પેરા મિલ્ટ્રી ફોર્સ તેમજ એસ.આર.પી.ના જવાનોએ ફલેગ માર્ચ કરી હતી.

- text

- text