મોરબીના નવાડેલા રોડ પર ટ્રાફિક સમસ્યાથી વેપારીઓ પરેશાન

- text


વન-વે હોવા છતાં બન્ને તરફથી વાહનોની સતત આવન-જાવન કરી ટ્રાફિક નિયમનો કરતો ભંગ

મોરબી: મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિવસે-દિવસે વિકરાળરૂપ ધારણ કરી રહી છે ત્યારે મુખ્ય બજાર એવા નવા ડેલા રોડ પર વન-વે જાહેર કરાયો હોવા છતાં પોલિસની લાપરવાહ નીતિને કારણે વન-વે ના ધજાગરા ઉડાવી વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોવાથી વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.

ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા મોરબીના નવા ડેલા રોડ પર ટ્રાફિક નિયંત્રણમાં રહે તે માટે વર્ષોથી આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે પરંતુ આ માર્ગ વન-વે હોવાનું જાણે સાવ ભૂલી જ ગઈ હોય તેમ અહીં કોઈ ટ્રાફિક સ્ટાફને મુકતી ન હોવાથી નાના-મોટા વાહનો માનપડે તેમ દોડી રહ્યા છે અને ગમે ત્યાં ગમે ત્યારે વાહન પાર્ક કરી વાહન ચાલકો ચાલ્યા જતા હોય મુખ્ય બજારના વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.

- text

મોરબીમાં અનાજ-કારીયાણા, પ્લાસ્ટિક, તેલ, સહિતના હોલસેલ વેપારીઓ નવાડેલા રોડ પર હોય વાહનોની અવર જવર વધુ પ્રમાણમાં રહે તે સ્વાભાવિક છે પરંતુ જો વન-વે ના નિયમનો અમલ કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ઘણી જળવજ બની જાય તેમ છે, પરંતુ પોલીસ આ રોડ પર કાયમી સર્જાતી ટ્રાફિક સમસ્યા પ્રત્યે ધ્યાન આપતી ન હોય વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

- text