ટંકારા નજીક બે કાર પલ્ટી મારી ગઈ : કોઈ જાનહાની નહિ

મિતાણા નજીક મારુતિ ફ્રન્ટી અને લતીપર રોડ પર મહિન્દ્રાની ટીયુવી પલ્ટી મારી ગઈ

ટંકારા : ટંકારા નજીક રાજકોટ અને લતીપર રોડ પર બે અલગ અલગ જગ્યાએ કર પલ્ટી જવાના બનાવ બન્યા હતા. જોકે આ ઘટનામાં કોઈને ઇજા પોહચી ના હતી. જેમાં રાજકોટ રોડ ઉપર મિતાણા પાસે મારુતિ ફ્રન્ટી કાર પલટી ખાઈ ગઈ તો લતીપર રોડ પર હિરાપર પાસે મહિન્દ્રાની ટીયુવી કાર પલટી ખાઈ ગઈ હતી.
બનાવ અંગે 108 ના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે ટંકારામા બપોરે બે વાગ્યે થી ચાર વાગ્યા સુધીમાં બે જુદી જુદી જગ્યાએ કાર પલટી મારી ગઈ હતી જેમાં જામનગર રોડ ઉપર હિરાપર ગામ થી આગળ પટેલ યુવાનની મહિન્દ્રાની ટીયુવી કાર પલટી ખાઈ ગઈ હતી.
જ્યારે રાજકોટ મોરબી રોડ પર મિતાણા પાસે એક મારુતિ ફ્રન્ટી કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી જેમા સવાર ત્રણ વ્યક્તિ માથી એક પણ ને ગંભીર ઇજા થઇ ન હોય આડા વાહન મા નીકળી ગયા હતા જેની માહિતી 108 ના પાયલોટ રાજુ દુબરીયા એ આપી હતી.