મોરબીમાં ગુરુનાનક જયંતિએ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : આજે શનિવારે ગુરુનાનક જયંતી નિમિતે મોરબીના સિંધી અને શીખ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી સ્ટેશન રોડ ખાતેના સિંધુ ભવન મંદિર ખાતે સિંધી સમાજના લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. અને ગુરુ નાનક જયંતિના શુભ અવસરે મોરબીમાં કીર્તન શોભાયાત્રા અને લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

- text

શીખ અને સિંધી સમાજના પ્રથમ ધર્મગુરુ ગુરુનાનક દેવની આજે ૫૪૮ જન્મજયંતી નિમિતે આજે મોરબીના સિંધી અને શીખ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના સ્ટેશન રોડ પર આવેલા સિંધુ ભવન મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા સિંધુ ભવન મંદિર ખાતે સવારથી ધૂન ભજન, મહાઆરતી અને બપોરે લંગર પ્રસાદના કાર્યક્રમ બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જે શોભાયાત્રામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. ઢોલ નગારાના તાલે અને અબીલ ગુલાલની છોડો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અને ગુરુનાનકના દર્શન માટે નગરજનો પણ ઉમટી પડ્યા હતા.

 

- text