મોરબીમાં પીએસઆઇની આંતરિક બદલી

- text


મોરબી:મોરબી જિલ્લા પોલીસ વડાએ છ પીએસઆઇની આંતરિક બદલીના હુકમ કરી અન્ય જિલ્લામાંથી નિમણુંક પામેલા ત્રણ પીએસસાઈને મહત્વની જગ્યા પર નિમણુંક આપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ ઝાલાએ વડોદરાથી આવેલા એમ.વી પટેલને મોરબી સીટી એ ડિવિઝન ડીસ્ટાફનો હવાલો આપ્યો છે,તો જૂનાગઢથી આવેલા એસ.એ.ગોહિલની મોરબી તાલુકા પોલીસ મથકમાં સિનિયર પોલીસ સબ ઇન્સ્પેકટરનો હવાલો સોંપ્યો છે અને રાજકોટથી આવેલા બી.ટી.ગોહિલને એસઓજીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાએ લિવ રિઝર્વના જી.આર.ગઢવીને વાંકાનેર તાલુકા,એમ.ડી.ચૌધરીને ટંકારા,બી.વી.ઝાલાને મોરબી સીટી એ ડિવિઝન,ટંકારના પી.આર.વાઘેલાને મોરબી સીટી એ ડિવિઝન,સીટી એ ડિવિઝનના એ.બી.જાડેજાને બી ડિવિઝન ડી-સ્ટાફ પીએસઆઇ અને કે.જે.તેરૈયાને બી ડિવિઝનથી ટંકારા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લામાં ફરજ બજાવતા રાણાભાઇ સભાડ, અબુભાઈ સમા, રહીમખાન મલેક અને અરુણાબેન ગોંડલીયાનીં મોરબી જીલ્લામાં બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text