મોરબીની આઠ સોસાયટીઓને પ્રીમિયમ વસુલ્યા વગર દસ્તાવેજ કરવાનો હુકમ

- text


મોરબીની જૂની સોસાયટીઓને દિવાળી ભેટ આપતી રાજ્ય સરકાર

મોરબી : મોરબીની જુદી-જુદી આઠ સોસાયટીઓના ૩૭ વર્ષ જુના દસ્તાવેજ પ્રશ્ને ચાલતી લડતમાં દસ્તાવેજ અધિકાર મંચનો વિજય થયો છે,ગુજરાત સરકારે રજુઆતોનો ધ્યાને લઇ ૧૮ ઓક્ટોબરે ખાસ હુકમ કરી તમામ સોસાયટીના રહીશોને પ્રીમિયમ વસુલ્યા વગર દસ્તાવેજ કરી આપવા હુકમ કર્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં મચ્છુ હોનારત બાદ સામાકાંઠે રોટરી નઞર, રીલીફ નઞર અરુણોદયનઞર, ન્યુ રીલીફ નઞર, જનકલ્યાણનઞર, રામકૂષ્ણનઞર,વધૅમાન અને અનંતનગર સોસાયટીમાં સરકારી જમીન ફાળવતા આ જમીન ઉપર સેવાભાવી સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા હતા જેના દસ્તાવેજ કરી આપવામાં સરકારી તંત્ર આટલા વર્ષો બાદ નવી જંત્રી મુજબ નાણાં ભરપાઈ કરવાનું દબાણ કરી દસ્તાવેજ ના નામે લોલીપોપ આપતું હોવાથી દસ્તાવેજ અધિકાર મંચની રચના કરી આ સંસ્થા દ્વારા આ વર્ષો જૂનો પ્રશ્ન હાથ ઉપર લેવાયો હતો અને મોરબીમાં રેલી યોજવાથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરાતા અંતે સોસાયટીવાસીઓને કોઈ પણ જાતનું પ્રીમિયમ વસુલ્યા વગર સરકારે જમીન જૂની શરતમાં ફેરવી દેવા હુકમ કર્યો છે.

- text