મોરબી લોહાણા મહાજન ના હોદેદારોની વરણી થઈ

મોરબી:તાજેતરમાં મોરબી લોહાણા મહાજનના ત્રણ સભ્યોએ સ્વૈચ્છીક રાજીનામુ આપતા નવા હોદ્દેદારોનીની વરણી કરવામાં આવી હતી.

મોરબી લોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશ ભાઇ ઘેલાણી ની અધ્યક્ષતા મા મળેલ બેઠકમા મંંત્રીપદે નરેન્દ્રભાઈ રાચ્છ,કન્વીનર તરીકે નિર્મિત કક્કડ તેમજ નિતીન ભાઈ પોપટ(રીધ્ધી ફટાકડા વાળા), જીતુભાઈ રાજવીર ની સર્વાનુમતે વરણી કરવા મા આવેલ છે.
લોહાણા મહાજન મોરબી ના ત્રણ સભ્યો એ સ્વૈચ્છીક રાજીનામુ આપતા તેમના સ્થાને ઉપરોક્ત હોદેદારો ની વરણી કરવામા આવી હોવાનું લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણીની યાદીમાં જણાવાયું છે.