મોરબીનાં યુવાકવિ રવિ ડાંગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્સવ -2017 માં હેટ્રિક

- text


તાજેતરમાં તારીખ 1 ઓક્ટોબર થી 3 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા યુવક મહોત્સવમાં મોરબીનાં યુવા કવિ તથા રાજકોટની શ્રીમતિ એમ.ટી.ધમસાણિયા કોમર્સ કોલેજમાં S.y.B.com માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી રવિ ડાંગરે ગઝલ લેખન,પાદપૂર્તિ તથા ડિબેટ એમ ત્રણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જે પૈકી ગઝલ લેખન અને ડિબેટમાં પ્રથમ નંબર તથા પાદપૂર્તિમાં તૃતિય નંબર પ્રાપ્ત કરીને હેટ્રિક મેળવી છે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં 47માં યુવક મહોત્સવમાં કુલ 84 કોલેજનાં આશરે 1809 જેટલાં સ્પર્ધકોએ અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવક મહોત્સવમાં વિજેતા બનીને રવિ ડાંગરે કોલેજ તથા ડાંગર પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text