મોરબીમાં વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી જન્મદિવસની અનોખી ઉજવણી

- text


મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખના પિતાજીના જન્મ દિવસની અનોખી ઉજવણી

મોરબી:મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવાની પરંપરા અન્વયે જિલ્લા ભાજપ યુવા ઉપપ્રમુખના પિતાના જન્મ દિવસે સરકારી શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓ ગિફ્ટ આપી આઈસ્ક્રીમ ખવડાવી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

- text

મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાના પિતાશ્રી હંસરાજ ભાઈ જેરામ ભાઈ કૈલાને ૬૨ વર્ષ પૂર્ણ થતાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જન્મદિવસની યાદગાર બનાવી અન્યોને મદદરૂપ થવા કૈલા પરિવાર દ્વારા મહેન્દ્રનગર કુમાર શાળા અને મહેન્દ્રનગર કન્યા શાળાના આશરે ૩૫૦ બાળકોને વોટર જગ તથા શૈક્ષણીક કીટ આપી પછી બધાજ વિદ્યાર્થીઓ ને આઇક્રીમ ખવડાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે લલિતા બેન હંસરાજ ભાઈ કૈલા,જીજ્ઞેશ હંસરાજભાઈ કૈલા,અમીત હંસરાજ ભાઈ કૈલા,પ્રભુ ભાઈ હરજીવન ભાઈ કૈલા હાજર રહ્યા હતા.

- text