મોરબીના દિવ્યાંગ બાળકો રાસગરબે રમ્યા

- text


સર્વશિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો અને માતાપિતા માટે યોજાયો અનોખો કાર્યક્રમ

- text

મોરબી:મોરબીમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો અને તેમના માતાપિતા માટે અનોખો રાસગરબા મહોત્સવ યોજાયો હતો જેમાં બાળકો મોજથી ગરબે રમ્યા હતા.સર્વશિક્ષા અભિયાન અંતર્ગત આઈ.ઇ.ડી વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકો પણ રાસગરબે રમી શકે તેવા ઉમદા આશયથી પ્રાથમિક વિભાગના ૩૫ જેટલા બાળકો અને તેમના માતા-પિતા માટે રસ ગરબાનું આયોજન કર્યું હતું જેમાં તમાંમ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ મનમૂકીને ગરબા રમ્યા હતા.વધુમાં રાસગરબાના આયોજન બાદ તમામ બાળકો અને વાલીઓને સારી હોટલમાં જમાડવામાં આવ્યા હતા અને નવરાત્રી મહોત્સવની અલગ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી.

- text