વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામ પંચાયત સદસ્ય સસ્પેન્ડ

- text


પેશકદમી બાબતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ ગુનેગાર ઠેરવ્યા

વાંકાનેર તાલુકા પંચાયત ની ચંદ્રપુર બેઠકના સદસ્ય તેમજ ચંદ્રપુર ગ્રામ પંચાયત ના સદસ્ય ( બંને પતિ પત્ની છે ) સામે પેશકદમી ની ફરિયાદના મામલે નાયબ જીલ્લા વિકાસ અધિકારી મોરબી એ ગુન્હો સાબિત લાગતા બન્ને ને સભ્ય પદ પરથી હટાવવાનો( સસ્પેન્ડ) નો હુકમ જારી કરતા હાલમાં તાલુકા પંચાયત નું પણ રાજકારણ ગરમાયું છે.

- text

વાંકાનેર તાલુકા પંચાયત માં ચંદ્રપુર બેઠકના અલ્લારખાભાઈ હુશેનભાઈ જાફરાણી તેમજ ચંદ્રપુર ગ્રામ પંચાયત ના મહિલા સદસ્ય શરીફાબેન અલ્લારખાભાઈ જાફરાણી બંને વિરુદ્ધ ચંદ્ર્પુરમાં તેઓના ઘર પાસે પેશકદમી કાર્યની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતે ડી.ડી.ઓ.મોરબી સમક્ષ ચાલેલી પ્રક્રિયામાં અંતે બંને સદસ્યોએ પેશકદમી કર્યા હોવાનું ફલિત થતા તાજેતરમાં જ આ જાફરાણી દંપતીને તેના સભ્ય પદેથી દુર ( સસ્પેન્ડ) કરતો હુકમ બજાવવામાં આવ્યો છે અને તેની બજ્વણી પર કરી દેવામાં આવી છે. હાલમાં વિધાનસભાની ચુંટણીના માહોલમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત ના સદસ્ય ની બરતરફી ના પગલે સ્થાનિક રાજકારણ પણ ખાસ્સું એવું ગરમાયું છે

- text